લાલ કિલ્લા વિસ્ફોટના શંકાસ્પદ ઉમરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લોકોના મગજ ધોવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ દિલ્હી બોમ્બ વિસ્ફોટના આરોપી ડૉ. ઉમર ઉન નબીના વીડિયોની આકરી ટીકા કરી હતી. ઓવૈસીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આત્મહત્યા ઇસ્લામમાં “હરામ” છે અને નિર્દોષ લોકોને મારવા એ ગંભીર પાપ છે. દિલ્હી વિસ્ફોટના આરોપી ઉમર ઉન નબીએ જે કંઈ કહ્યું છે તે ખોટું છે. ઉમર ઉન નબીએ જે કર્યું તે દેશના કાયદાની વિરુદ્ધ છે. આ આતંકવાદ છે અને બીજું કંઈ નથી.
- November 19, 2025
0
45
Less than a minute
You can share this post!
editor

