હારીજ મેઈન બજારમાથી પૂરઝડપે કાર લઈને પસાર થતાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી જતા સજૉયેલ અકસ્માતમાં દુકાનોના શટર તૂટી ગયા હતા. તો કારને પણ મોટું નુકશાન થયું હતું.
બનાવની મળતી માહિતી મુજબ GJ-27 DH- 30 71 નંબરની એક કાર હારીજ બજાર માગૅ પરથી પુરઝડપે જઈ રહી હતી.ત્યારે નગરપાલિકા કાર્યાલય સામે અચાનક ચાલકે સ્ટેરિગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પર પલટી મારી ગઈ હતી. જેના કારણે બે દુકાનોના શટરને નુકસાન થયું હતું.
આ ઘટના બનતા જ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.અને હારીજ પોલીસને જાણ કરતાં પી.આઈ. નીરવ શાહ સહિત પોલીસ ટીમ ધટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરતા હારીજની વેદ હોસ્પિટલના ડોક્ટરની કાર તેમનો કોઈ સ્ટાફનો સભ્ય વહેલી સવારે લઈ જઈ રહ્યો હતો. અચાનક બ્રેક મારતા કાર પલટી ખાઈ ગઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હોય આ મામલે પોલીસે આગળની કાયૅવાહી હાથ ધરી છે.

