૧૫ કિલોમીટર જેટલા હાઇવે રોડ ૧૫.૭૩ કરોડના ખર્ચે રિસર ફેસની કામગીરી પૂર્ણતાના આરે
વાહનોથી ધમધમતા દાંતીવાડા ચંડીસર હાઇવે રોડ પર રિસરફેસિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, દિવાળી વેકેશન બાદ શ્રમજીવીઓ પરત આવી આ રોડની ફાઇનલ કોટની કામગીરી શરૂ કરી છે.રાજસ્થાનને જોડતા મુખ્ય હાઈવે રોડ પર આર.એન.બી વિભાગ દ્વારા રોડનો રિસરફેસ કામગિરીનો ફાઇનલ કોટ ગુરૂવારે શરુ કરવામાં આવ્યો હતો.
આરએન્ડબીના અધિકારી પી.જે.ગઢવી એ જણાવ્યું હતું કે ચંડીસરથી દાંતીવાડા હાઇવેના ૧૫ કિલોમીટર જેટલા હાઇવે રોડ ૧૫.૭૩ કરોડના ખર્ચે એન્જી પ્રોજેકટ લિમિટેડ હિંમતનગર દ્વારા હાલમાં પ્રગતિના ધોરણે કામગિરી કરવમાં આવી રહી છે. આ રસ્તાના ડામરની આખરી કામગીરી માટે બીટ્યુમિન્સ કોંક્રિટની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે જે પૂર્ણ થતા એના ફર્નિચરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે .
ફાઈનલ કોટની કામગિરી પૂરજોશ કરવામાં આવતા વાહન ચાલકોમાં ખુશી
છેલ્લા કેટલાય સમયથી આ રોડ પર ખાડા પડી ગયા હતા. જેને કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા. જેના લીધે સરકાર દ્વારા વાહન ચાલકોની સલામતીના ભાગરૂપે આ રોડની રિસરફેસ કામગિરી માટે રૂપિયા ૧૫ કરોડથી વધુની રકમ ફાળવી ૨૦૨૧ ના કામની આખરી ઓંપ આપી ફાઈનલ કોટની કામગીરી પૂરજોશ કરવામાં આવતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી છે.

