મહિલા વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી સુશ્રી રાધા યાદવે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત


(જી.એન.એસ) તા. ૧૧

ગાંધીનગર,

મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના સુશ્રી રાધા યાદવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.

સુશ્રી રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે સમાવેશ થયેલો હતો.

તેમણે 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની  ભારતીય મહિલા ટીમમાં પહેલીવાર સ્થાન મેળવીને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુશ્રી રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી.

આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *