એલ.સી.બી.ની મોટી સફળતા: ડીસા રૂરલ વિસ્તારમાંથી ₹ ૭.૩૬ લાખનો વિદેશી દારૂ ભરેલું બોલેરો પીકઅપ ડાલું ઝડપાયું

એલ.સી.બી.ની મોટી સફળતા: ડીસા રૂરલ વિસ્તારમાંથી ₹ ૭.૩૬ લાખનો વિદેશી દારૂ ભરેલું બોલેરો પીકઅપ ડાલું ઝડપાયું

બનાસકાંઠા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે, એલ.સી.બી., પાલનપુરની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું એક બોલેરો પીકઅપ ડાલું ઝડપી પાડીને ₹ ૭,૩૬,૯૭૬/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન વાહનનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. એલસીબી પોલીસે બાતમીના આધારે આ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો

​સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની કડક સૂચના બાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર  એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ​પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફને બાઈવાડા ગામેથી ચોક્કસ બાતમી મળી હતી કે, “એક સફેદ કલરનું પીકઅપ ડાલું રજી.નં. GJ 38 T 3836 વાળું થેરવાડાથી ડીસા તરફ આવી રહ્યું છે અને તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.”

​આ હકીકતના આધારે પોલીસે બાઈવાડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ​વોચ દરમિયાન બાતમીવાળું પીકઅપ ડાલું આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે વાહન રોકવાને બદલે તેને ભગાડી મૂક્યું હતું. પોલીસે પીછો કરતાં આરોપી ભડથ ગામની સિમમાં બોલેરો પીકઅપ ડાલું (નં. GJ 38 T 3836) મૂકીને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતાં તેમાંથી વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીન મળી આવ્યા હતા, જેનો કુલ જથ્થો નંગ-૧૮૩ર થવા પામે છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *