ડીસામાં કથિત રીતે ફટાકડાના એક વેપારી પાસે ખંડણી માંગવાના ગંભીર મામલામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર થયેલા બે પત્રકારમાંથી એક પત્રકારની બાતમી આધારે દક્ષિણ પોલીસે ધાનેરા ખાતેથી અટકાયત કરી છે.જયારે આ કેશમાં હજુ એક પત્રકાર ફરાર છે જેની પણ પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે.
ડીસાના એક ફટાકડાના વેપારીએ કથિત ખંડણી મામલે કુલ છ પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જોકે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરતા પોલીસે ચાર પત્રકારોની અટકાયત કરી હતી. જયારે બે પત્રકાર ફરાર હતા. જેમાંથી એક પત્રકારની દક્ષિણ પોલીસે બાતમીના આધારે ધાનેરાથી ધરપકડ કરી છે.અને તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.જો કે આ ખંડણી કેસમાં સંડોવાયેલો હજુ એક પત્રકાર ફરાર છે. તેને પણ વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

