હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શિયાળાની ઋતુમાં પહેલી વાર, શુક્રવારે દિલ્હીમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું, જે ઠંડીના આગમનનો સંકેત છે. હવામાનમાં ફેરફાર સાથે, શહેરમાં ઠંડીનો થોડો અનુભવ થયો હતો. શુક્રવારે દિલ્હીમાં તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના ડેટા અનુસાર, 2024માં, 12 ઓક્ટોબરે પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે હતો અને તે દિવસે તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે 2023માં, 3 ઓક્ટોબરે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ હતું.
IMD એ શનિવારે આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે, મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં સાત ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરીય પવનોની અસરને કારણે રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો થયો છે. વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તરીય પવનોની અસરને કારણે રાજ્યના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે થી સાત ડિગ્રી સેલ્સિયસ ઓછું થઈ ગયું છે. જયપુર સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાજ્યના તમામ ભાગોમાં એક અઠવાડિયા સુધી હવામાન શુષ્ક રહેશે.

