NHAI – Gujarati GNS News


(જી.એન.એસ) તા.4

નવી દિલ્હી,

એક મહત્વના ઘટનાક્રમમાં નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા(NHAI)એ ટૂંક સમયમાં નેશનલ હાઇવે પર ક્યુઆર કોડવાળા પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન સાઇનબોર્ડ લગાવવાની જાહેરાત કરી છે. આ નવી પહેલથી હાઇવે પરથી પસાર થનારા અનેક લોકોને મોટી રાહત મળશે. તેઓ QR કોડ દ્વારા લોકેશન, ઈમરજન્સી હેલ્પલાઇન નંબર સહિતની માહિતી સરળતાથી મેળવી શકશે.

આ બાબતે એનએચએઆઇના જણાવ્યા મુજબ, વર્ટિકલ QR કોડ સાઇનબોર્ડને સ્કેન કરવાથી યાત્રીઓને હાઇવે સંબંધિત મહત્ત્વપૂર્ણ અને સ્થાનિક માહિતી તુરંત મેળવી શકશે. આ માહિતીમાં મુખ્યત્વે હાઇવેનો નંબર, હાઇવેની બીજીતરફ લોકેશન (ચેનેજ), હાઇવે પેટ્રોલનો સંપર્ક નંબર, ટોલ મેનેજર અને રેસિડેન્ટ એન્જિનિયરનો નંબર તેમજ ઈમરજન્સી હેલ્પલાઇન નંબર 1033નો સમાવેશ થાય છે.

આ નવા સાઇનબોર્ડ હાઇવે પર એવી જગ્યા લગાવાશે, જ્યાં મુસાફરોને સૌથી વધુ જરૂર હોય. એનએચએઆઇના જણાવ્યા અનુસાર બોર્ડ ટોલ પ્લાઝા, ટ્રક લે-બાય એરિયા, વે-સાઇડ સુવિધાઓ (રેસ્ટ એરિયા) અને હાઇવેની શરુઆત અને અંત જેવી મહત્ત્વની જગ્યાઓ પર લગાવાશે.

આ મામલે એનએચએઆઇનું માનવું છે કે, QR કોડવાળા સાઇનબોર્ડના કારણે માર્ગ સુરક્ષામાં વધારો થશે. આના થકી યાત્રીઓને તુરંત ઈમરજન્સી નંબર અને સ્થાનિક સંપર્ક વિગતો મળી શકશે. આ ઉપરાંત નેશનલ હાઇવે પર મુસાફરી કરતા લોકો સરળતાથી યાત્રા કરી શકશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *