બનાસકાંઠા જિલ્લાની ૪૫૦ શાળાઓ માટે ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષાનું આયોજન

બનાસકાંઠા જિલ્લાની ૪૫૦ શાળાઓ માટે ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષાનું આયોજન

ધોરણ ૫ થી ૧૨ અને કોલેજ કક્ષાએ ૩૬૫૦૦ વિધાર્થીઓએ પરીક્ષા આપી

ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા ગૌરવ અને ગરિમા અસ્મિતાનું વિદ્યાર્થીઓનું જ્ઞાન થાય અને તેઓનું માનસિક બૌધિક અને વ્યવહારિક નૈતિકતાનું સ્તર ઊંચું આવે તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકૃજ હરિદ્વાર દ્વારા ભારતના 24 રાજ્યોમાં જુદી જુદી નવ ભાષાઓમાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન થાય છે જેમાં ગુજરાતી ભાષામાં સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન થાય છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પણ ૪૫૦ થી વધુ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત કોલેજોમાં પરીક્ષાઓનું આયોજન ગતરોજ તા.૧૯ અને ૨૦ સપ્ટેમ્બરના રોજ થયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતીને અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં ૩૬૫૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શાળા કોલેજોના શિક્ષકોએ સહયોગ પુરો પાડતા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા શાંતિ પુર્વક માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ ધોરણ પ્રમાણે એકથી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને તાલુકા લેવલે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *