સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રીએ બસ સ્ટેશનની સફાઈ કરી

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રીએ બસ સ્ટેશનની સફાઈ કરી

રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર બસ સ્ટેશન ખાતે હાથમાં ઝાડુ લઈને બસ સ્ટેશનની સફાઈ કરીને સિધ્ધપુર ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. સફાઈ અભિયાનની શરૂઆત કરાવ્યા પછી કેબિનેટ મંત્રીએ સિધ્ધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. આયોજિત સહકારી સંમેલનમાં હાજરી આપી હતી. કેબિનેટ મંત્રી દ્વારા સિદ્ધપુર સરસ્વતી નદીમાં નવા પ્રકલ્પો તેમજ સિદ્ધપુર નગરપાલિકા બ વર્ગ માંથી અ વર્ગ નો ગ્રેડ મળવાને લઈને કેબીનેટ મંત્રીને સિદ્ધપુર પટણી દેવીપૂજક સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રીએ બસ સ્ટેશનની સ્વચ્છતા કરી જાહેર જનતાને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અપીલ કરી સ્વચ્છતા કર્મીઓની સેવાઓને બિરદાવી જણાવ્યું હતું કે સ્વચ્છ અભિયાન આપણા સૌનો પ્રસંગ છે. જેથી સ્વચ્છ ભારતના મિશનમાં જોડાવવા સિદ્ધપુર નગરજનોને અપીલ કરવામા આવી હતી. આ અભિયાન અંતર્ગત  કેબિનેટ મંત્રીની અઘ્યક્ષતામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સૌએ સ્વચ્છતાના શપથ લઈ સ્વચ્છતાના ના સંકલ્પને સાકાર કરવા પ્રયત્ન કરવો જોઈએ. વધુમાં તેમણે  નિર્માણ પામેલા સારા પ્રકલ્પો  વિશે જન જાગૃતિ આવે તે માટે જન મુખે સંવાદ થવો જોઈએ. લોકો સમક્ષ સાચી વાત લઈ જવી જોઈએ.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, સિદ્ધપુર અને પાટણ એપીએમસી ચેરમેનો સંગઠનના આગેવાનો અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *