ભીલડી માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભીલડી મંડળ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેશાજી ચૌહાણે ખાસ હાજરી આપીને યુવાનોના ઉત્સાહને બળ આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા યુવા મોરચાના મહામંત્રી અલ્કેશભાઈ જોષી ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુભાઇ વી. દેસાઈ, રમેશભાઈ જોષી (ધનાસરા), રઘુભાઈ ટી.રાજગોર, રાજુભાઈ રાજગોર, ભીલડી ભાજપ મંડળના ઉપપ્રમુખ નરેશ વન ગોસ્વામી, ભાજપ મંડળના પ્રમુખ્ ગમનસિંહ રાઠોડ, પુર્વ પ્રમુખ પનશિહ સોલંકી, જયરામભાઈ, ભાવેશ રાજગોર, ભીલડી યુવા પ્રમુખ અશ્વિનભાઈ ચૌધરી , મહામંત્રી રાજુસિંહ રાઠોડ, ઉપપ્રમૂખ ભાવેશભાઈ રાજગોર તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પમાં ગામના વેપારીઓ, આગેવાનો, યુવાનો તેમજ પત્રકાર મિત્રોએ પણ હાજરી આપી હતી
સેવાકાર્યો દ્વારા સમાજમાં માનવતાના સંદેશને આગળ ધપાવવા સાથે યુવાનોને રાષ્ટ્રસેવા માટે પ્રેરણા મળે છે. તેવા ભાવથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કેશાજી ચૌહાણ તેમજ આવનાર મહેમાનો એ યુવા મોરચાના તમામ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. ભીલડી ગામના બ્લડ ડોનેશનના દાતાઓએ પણ કેમ્પ માટે સહકાર આપીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. મોટીસંખ્યામાં દાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરી “એક બોટલ રક્ત – અનેક જીવન માટે આશીર્વાદ” નો સંદેશ આપ્યો હતો.આ આયોજનથી યુવા મોરચાની સેવા ભાવના તથા ભાજપના સંકલ્પ “સેવા હી સંગઠન” નું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

