મહેસાણ શહેરના માનવ આશ્રમ વિસ્તારમાં એક સોસાયટીના ગેટ પાસે એક સગીરને ‘જાડિયો’ કહીને ખીજવવામાં આવતા મામલો બિચક્યો હતો. આ અપમાનજનક શબ્દોથી ખીજવવાથી એક સગીરે બીજા સગીરને છરી મારી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ ઘાયલ સગીરના પરિવારે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોસાયટી પાસે બે સગીરો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું મૂળ કારણ એક સગીર દ્વારા બીજા સગીરને સતત ‘જાડિયો’ કહીને ખીજવવાનું હતું. વારંવાર આવું કહેવાથી કંટાળેલા સગીરે આવું કરવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો. અપમાનજનક શબ્દો વાપરવાની ના પાડતા ખીજવનાર સગીર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઉશ્કેરાટમાં આવીને બીજા સગીર પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સગીરને છરી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઘાયલ સગીરના પરિવારજનોએ મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
- September 13, 2025
0
412
Less than a minute
You can share this post!
editor

