થરાદ તાલુકાના ભરડાસર ગામમાં પૂરનો પ્રકોપ! ખુલ્લામાં જીવન ગુજારવા મજબૂર

થરાદ તાલુકાના ભરડાસર ગામમાં પૂરનો પ્રકોપ! ખુલ્લામાં જીવન ગુજારવા મજબૂર

આખું ગામ 3થી 5 ફૂટ પાણીમાં ડૂબી ગયું, જેના કારણે 100થી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયું. લોકોનું અનાજ, ઘરવખરી અને જીવનની મૂડી બરબાદ થઈ ગઈ કેટલાંય ઘરો ધરાશાયી થયાં, પશુઓ મૃત્યુ પામ્યાં, અને પશુઓનો ઘાસચારો નાશ પામ્યો. પરિણામે, ગામના લોકો ખુલ્લામાં જીવન ગુજારવા મજબૂર બન્યા છે. પરંતુ, ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે થરાદ તંત્રની નિષ્ક્રિયતા નિરાશાજનક છે! અત્યાર સુધી કોઈ અધિકારીએ ગામની મુલાકાત લીધી નથી, ન તો કોઈ રાહત કે સહાય પહોંચાડવામાં આવી છે. આવી બેદરકારી અસ્વીકાર્ય છે! અમે સરકાર અને તંત્રને સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ: તાત્કાલિક ભરડાસર ગામ પહોંચો, ખાદ્યસામગ્રી, રહેવા માટે આશ્રય, પશુઓ માટે ઘાસચારો અને આર્થિક સહાય પૂરી પાડો ગામલોકોની આ વેદનાને અવગણશો નહીં, તાત્કાલિક પગલાં લો! એવી માંગણી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *