ભીલડીના ઓઢવા રેલ્વે સ્ટેશન નજીક યુવક જીવન ટુંકાવ્યું

ભીલડીના ઓઢવા રેલ્વે સ્ટેશન નજીક યુવક જીવન ટુંકાવ્યું

ઓઢવા ગામના યુવકે અંગત કારણોસર રેલ્વે નીચે પડતું મૂકી જીવન ટૂંકાવતા અરેરાટી વ્યાપી

 ભીલડીથી ધાનેરા જોધપુર રેલ્વે લાઈન પર આવેલા ઓઢવા રેલ્વે સ્ટેશન નજીક એક યુવકની કપાયેલી હાલતમાં લાશ પડેલી હોવાની સ્થાનિક લોકો ને જાણ રેલ્વેટ્રેક પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કોઈક અગમ્ય કારણોસર  યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જે અંગેની ભીલડી રેલ્વે પોલીસને જાણ થતા ધટના સ્થળે દોડી લાશનો કબજો મેળવી યુવકની ઓળખ કરતા ડીસા તાલુકાના ઓઢવા ગામના ભુરાજી નેમાજી ડાભી ( ઠાકોર) ઉ.વર્ષ ૪૨ ધંધો ખેતી કરતા હોવાનું જાણ થતાં જેથી તેના પરિવારજનોને જાણ કરી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જે બાબતે રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનના ભીલડી ઓ.પી ના હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *