130 ટ્રીપ થકી 75 મુસાફરોએ સેવાનો લાભ લીધો; ઊંઝા એસટી બસ ડેપો દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈ એસ્ક્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય મહામેળા દરમિયાન કુલ 130 ટ્રીપો મારવામાં આવી હતી.જેમાં 7500 જેટલા મુસાફરોએ લાભ લીધો હતો. ઊંઝા ડેપો દ્વારા આ મહામેળો દરમિયાન 5,10,850 ની આવક મળેવી છે. અંબાજી મેળામાં સારી આવક બદલ ઊંઝા ડેપો મેનેજર હેતલબેન પટેલે ડ્રાઈવર કંડકટર સહિત સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. કુલ 22 જેટલા ડ્રાઈવર કંડકટર દ્રારા સેવાઓ આપવામાં આવી હતી. ઊંઝા એસટી બસ ડેપો દ્રારા ગત વર્ષે 198 ટ્રીપો થકી 8.57 લાખની આવક થઇ હતી જ્યારે આ વર્ષ ગત વર્ષ કરતા ઓછી આવક થવા પામી છે.
- September 8, 2025
0
376
Less than a minute
You can share this post!
editor

