ટ્રમ્પે અચાનક ભારત વિશે પોતાનો સૂર બદલ્યા કહ્યું- હંમેશા મોદીનો મિત્ર રહીશ

ટ્રમ્પે અચાનક ભારત વિશે પોતાનો સૂર બદલ્યા કહ્યું- હંમેશા મોદીનો મિત્ર રહીશ

રશિયા પાસેથી તેલ ખરીદી અને ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથેના તેમના સંબંધો ‘ખાસ’ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હંમેશા મિત્રતા જાળવી રાખશે, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયથી તેઓ ‘નિરાશ’ છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે એવું લાગે છે કે અમેરિકાએ ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે.

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, હંમેશા મોદીનો મિત્ર રહીશ. તેઓ એક અદ્ભુત વડા પ્રધાન છે. ભારત અને અમેરિકા વચ્ચે ખાસ સંબંધ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. ક્યારેક આવી ક્ષણો આવે છે.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા બે દાયકામાં કદાચ સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, ટ્રમ્પે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “હું ખૂબ જ નિરાશ છું કે ભારત રશિયા પાસેથી આટલું બધું તેલ ખરીદી રહ્યું છે. મેં તેમને આ કહ્યું છે. અમે ભારત પર 50 ટકાનો મોટો ટેરિફ લાદ્યો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *