બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમની ટ્રેક ઉત્તર પશ્ચિમ દિશા તરફ બદલાતા રાજસ્થાનના દક્ષિણ ભાગો સહિત ઉત્તર ગુજરાતમાં તેની સૌથી વધુ અસર જોવા મળી શકે તેવી હવામાન નિષ્ણાતો એ પણ આગાહી કરી છે તે મુજબ શુક્રવારની સાંજે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ પણ શરૂ થયો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ અને સાત સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી માં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે.
કયા વિસ્તારમાં કયું એલર્ટ આપવામાં આવ્યું તા ૬/૯/૨૫ શનિવાર
રેડ એલર્ટ; બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને સુરેન્દ્રનગર
ઓરેન્જ એલર્ટ; પાટણ ગાંધીનગર મહીસાગર ખેડા મોરબી રાજકોટ અને બોટાદ
યલો એલર્ટ; બાકીના તમામ જિલ્લાઓમાં યેલો આપવામાં આવ્યું છે.


