ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી; ઊંઝા શહેરમાં આવેલ શ્રી જી.મ.કન્યા વિધાલયમાં ધોરણ 12 અભ્યાસ કરતી અને છાત્રાલયમાં રહેતી 17 વર્ષીય વિધાર્થનીએ હોસ્ટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ બેચરાજી તાલુકાના હાંસલપુર ગામે સુથારવાસ ખાતે રહેતા અજયભાઈ રતિલાલ સુથાર ની પુત્રી યશિતા ઉવ 17 ઊંઝા શહેરમાં સરદાર ચોક ખાતે કન્યા વિધાલય ખાતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરે છે. અને ત્યાજ જી મ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરે છે. જેઓના મોબાઇલ ફોન પર ગૃહમાતાનો ફોન આવેલ કે દીકરી યશીતાએ સ્યુસાઇડ કરેલ છે. જેથી તેઓ ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ગઇ તા. 3 સપ્ટેમ્બર 2025 ના સાંજના સમયે હોસ્ટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ પંખા વડે દુપટ્ટા વડે લટકીને ખાધો છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- September 4, 2025
0
482
Less than a minute
You can share this post!
editor

