રાજસ્થાન રોયલ્સના મુખ્ય રાહુલ દ્રવિડે આઈપીએલ 2026 પહેલા જ ટીમ છોડી દીધી છે. તેઓ ગયા વર્ષે જ રાજસ્થાનના કોચ બન્યા હતા. તેમના કોચિંગ હેઠળ રાજસ્થાનની ટીમ સારું પ્રદર્શન કરી શકી ન હતી અને પ્લેઓફ માટે ક્વોલિફાય પણ થઈ શકી ન હતી. રાજસ્થાન રોયલ્સ ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આઈપીએલ 2026 પહેલા ફ્રેન્ચાઇઝી સાથેનો તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. રાહુલ ઘણા વર્ષોથી રોયલ્સની સફરના કેન્દ્રમાં રહ્યા છે. ફ્રેન્ચાઇઝીની માળખાકીય સમીક્ષા પછી દ્રવિડને વિશાળ પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી ન હતી. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ અને વિશ્વભરના તેમના ચાહકો દ્રવિડની નોંધપાત્ર સેવા માટે હૃદયપૂર્વક આભાર માને છે.
Your presence in Pink inspired both the young and the seasoned. 💗
Forever a Royal. Forever grateful. 🤝 pic.twitter.com/XT4kUkcqMa
— Rajasthan Royals (@rajasthanroyals) August 30, 2025
રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે અને તેમના કોચિંગ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. રાહુલ હંમેશા તેમના સારા વર્તન માટે જાણીતા છે. તેમનો અભિગમ ખેલાડીઓ પાસેથી શાંત રીતે સારું પ્રદર્શન મેળવવાનો રહ્યો છે. તેમણે ક્યારેય ખેલાડીઓને કંઈ કરવા દબાણ કર્યું નહીં.

