પ્રદેશ ભાજપ મહામંત્રી સહિત ના આગેવાનો અને પાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા; પાટણ શહેરના નિર્મળ નગર માગૅ પર તિરુપતિના પાછળ ના ભાગે પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા નવીન પંપરૂમ તથા પંપિંગ મશીનરી સહિત નવીન બોરવેલ બનાવવાનું ખાતમુર્હુત ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો અને નગરપાલિકાના નગરસેવકોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં અવિરત પણે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે હાઇવે વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રેસરથી મળી રહે તેવા પ્રયાસોના ભાગરૂપે નવીન બોરવેલ બનાવવાનું કામ મંજુર થતા આગેવાનો ની વિશેષ ઉપસ્થિત વચ્ચે બુધવારે તેનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ નવીન બોરવેલ ૧૫ માં નાણાપંચ ની વર્ષ ૨૦૨૨-૨૩ ની પ્રથમ હપ્તાની 25 લાખની ગ્રાન્ટ માંથી બનાવવામાં આવનાર હોવાનું પાલિકા ના સુત્રોએ જણાવ્યું હતું.
ખાતમુર્હુત મા ઉપસ્થિત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર અને નગરપાલિકાઓ દ્વારા જનસુખાકારી ના કાર્યો માટે વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પાટણ મા અંદાજિત ૨૫ લાખના ખર્ચે નવીન બોરવેલ બનાવવાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હોવાથી આ વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને તેઓની પાણીની સમસ્યાનો કાયમી હલ આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

