ધારપુર હોસ્પિટલ ખાતે કાર્યરત મેડીસીન વિભાગ માં પાલનપુરના ૪૦ વર્ષના પુરૂષ દર્દી ને મળ્યું નવજીવન

ધારપુર હોસ્પિટલ ખાતે કાર્યરત મેડીસીન વિભાગ માં પાલનપુરના ૪૦ વર્ષના પુરૂષ દર્દી ને મળ્યું નવજીવન

ધારપુર હોસ્પિટલ ખાતે કાર્યરત મેડીસીન વિભાગના આઇ.સી.સી.યુ.મા પાલનપુરના ૪૦ વર્ષના પુરૂષ દર્દી ને વાઇરલ ન્યૂમોનિયા ના કારણે ARDS (ફેફસાની જીવલેણ બીમારી) સાથે દાખલ કરવામાં આવ્યા હતા જે દર્દીની ફરજ પરના તબીબોએ તપાસ કરતા તેઓને ફેફસાંની બીમારી સાથે કિડની ઉપર પણ ચેપ લાગવાને કારણે સોજો આવેલો હોવાનું જણાવતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ઓકસીજન આપવા છતાં લોહીમાં ઓકસીજન નું પ્રમાણ ૩૦ થી ૩૫ %જ રહેતું હતું. આથી તેમને તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યા હતા. કિડની ની સારવાર માટે H.D. (ડાયાલિસિસ) પણ કરાવવામાં આવ્યું હતું. સાથે વધારે ચેપ લાગવાને કારણે ઊંચા ધોરણની દવાઓ તથા હૃદય ચાલુ રાખવાના ભારે ઇન્જેક્શન પણ આપવાની જરૂર પડી હતી.

લાંબા સમય સુધી વેન્ટિલેટર ની જરૂરિયાત ને ધ્યાન માં રાખીને tracheostomy કરવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે સારવારના લીધે દર્દીમાં રિકવરી જોવા મળી પરંતુ લાંબા સમય વેન્ટિલેટરની જરૂરતના કારણે શ્વાસો શ્વાસના સ્નાયુ થોડા નબળા પડી જતા તેઓને સ્નાયુની કસરત (ફિજીઓથેરાપી) દિવસમાં બે વખત વધારે ધ્યાન આપીને શરૂ કરવામાં આવી અને ધીમે ધીમે દર્દીને વેન્ટિલેટર પરથી કાઢી લેવામાં આવ્યા.

અને ટોટલ ૨૮ દિવસ સુધી આઇસીસીયુમાં દર્દીની સારવાર ખૂબ જ સારી રીતે કરવામાં આવી અને એકધારા મોનીટરીંગ તેમજ ડોક્ટર્સ,નર્સિંગ સ્ટાફ,હાઉસકીપિંગ સ્ટાફ — આઇસીયુ ના ટીમવર્ક ની મદદથી જીવલેણ બીમારી માથી દર્દીને ઉગારી રજા આપવામાં આવતા દર્દીના પરિવારજનો એ ધારપુર હોસ્પિટલના તબીબો સહિત સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *