વાવ પંથકમાં દશ દિવસ માં બે હત્યાના બનાવો પ્રકાશ માં આવતાં લોકોમાં ભયનો માહોલ
વાવ પંથકમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ બગડી જતાં ટૂંકા ગાળા માં બે હત્યાના બનાવો પ્રકાશમાં આવતાં વાવ માં પણ બિહારની પરિસ્થિતિ જોવા મળી રહી છે.દસ દિવસ અગાઉ વાવ તાલુકાના બુકણા ગામે એક ભાગીયા એ તેના ખેતર માલિકની હત્યાની ચર્ચાઓ હજુ ચાલી રહી છે.તેવા માં ગત રોજ ધોળા દિવસે સવારે 11 કલાકે ચુવા ગામે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા એવા રમણ ભાઇ ભીખાજી ચાવડા ને ગામના ત્રણ યુવાનોએ એક સાથે મળી ઘર માંથી કાઢી ઉપાડી જાહેર ચોક પર લાવી લાકડી ઓ વડે પ્રહાર કરી ફરાર થઇ ગયા હતા.
ત્યારે ગંભીર રીતે ઘવાયેલ 35 વર્ષીય યુવકના પરિવાર ને આ બાબત ની જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુઁ. જોકે યુવકની ધોળે દિવસે જાહેર માં હત્યા કરી ત્રણ મુખ્ય સૂત્રધારો ફરાર થઇ ગયા હતા. જાણવા મળતી માહિતી મુજબ જ્યાં આગળ યુવકની હત્યા થઈ છે. ત્યાં આગળ ના કાર્યરત સી.સી.ટી.વી ફુટેઝની તપાસ જરૂરી બની ચુકી છે. વધુ માં જાહેર માં લોકોની હાજરી માં હત્યા થયેલ હોઈ આઇ વિટનેસ પુરાવા તેમજ હત્યારા ના ગુનાહિત ઇતિહાસ ની તપાસ જરૂરી બની ગઈ છે. તાત્કાલિક આ હત્યારા ઓને ઝડપી તેમની કોલ ડીટલ્સ ની તપાસ જરૂરી બની ચુકી છે. આ લખાય છે ત્યારે મૂર્તક નું પોસમોટમ ચાલી રહ્યું છે ત્યાર બાદ એફ.આઇ.આર થશે પોલિસે આરોપીઓ પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે.પરંતુ દશ દિવસ માં વાવ પંથક માં 2 મડર થતાં લોકો માં ભયનો માહોલ ઉદ્દભવ્યો છે.

