બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ આજે ઓરેન્જ એલર્ટ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ આજે ઓરેન્જ એલર્ટ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

લાખણી, ડીસા, ધાનેરા અને કાંકરેજમાં વરસાદના ભારે વરસાદી ઝાપટા થી પાણી જ પાણી; ગુજરાત રાજ્ય પર સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈ વરસાદી માહોલ જામ્યો છે જેમાં માં બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ થવા પામ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડીબાંગ વાદળો સાથે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેમાં લાખણી ડીસા ધાનેરા અને કાંકરેજ વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં 21 ઓગસ્ટના રોજ બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને કારણે છુટા છવાયા સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જોકે આજે દિવસભર બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલા કાળા ડીબાંગ વાદળો વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદે હાથતાળી આપી હતી જેના કારણે એવા વિસ્તારમાં ઊકલાટ અને બફારોનું પ્રમાણ વધતા લોકો ગરમીથી પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.

જીલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં બફારા પછી બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી. બપોર બાદ પડેલા વરસાદ થી જનજીવન પર પ્રભાવીત જોવા મળ્યું હતું ધોધમાર વરસાદ ને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.ક્યાક નિચાણવાળા વિસ્તારોમાં ખેતરો માં પાણી ભરાતા ખેડુતો મા ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું.

આજે જીલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે છુટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી; છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ૨૧ ઓગસ્ટના રોજ બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના કારણે છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *