વડનગર સિવિલ હોસ્પિટલ માંથી યુવકે 6 માળે થી પડતું મુકતા મોત થયું

વડનગર સિવિલ હોસ્પિટલ માંથી યુવકે 6 માળે થી પડતું મુકતા મોત થયું

વડનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી ટીબીની સારવાર લઈ રહેલા 29 વર્ષીય ઠાકોર સંજયજી ગાંડાજી ઉર્ફે રાણાજીએ એકાએક હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતું મુકતા ઘટના સ્થાકે જ તેનું મોત નિપજ્યું હતું. વડનગર સીવીલ હોસ્પિટલ માંથી છઠ્ઠા માળેથી કોઈ અગમ્ય કારણોસર સંજયજી ઠાકોરે પડતું મુકતા યુવક નું મોત થયું હોવાનું મૃતકના સગાએ જાહેર કર્યું હતું.

મરણ જનાર યુવક વડનગર તાલુકાના સુલતાન પુર ગામનો હિવાની પ્રાથમિક જાણકારી મળવા પામી હતી જે ટીંબીનો દદી હોવાની જણાવવામાં આવ્યું છે. ટીબીની બીમારીથી પીડાતા હોવાથી વડનગરની સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગમાં છેલ્લા ત્રણ દિવસ થી સરવાર લઈ રહયા હતા. પ્રાપ્ત માહિતું અનુસાર છેલ્લા બે વર્ષ થી યુવક ટીબીની દવા લતો હોવાની તેના સગાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું. સીવીલ હોસ્પિટલમાં બેડ પરથી ઉભા થઈ યુવક સંજયજી ઠાકોરે પેશાબ કરવા જવાનું કહીને છઠ્ઠા માળેથી કુદી પડ્યા હોવાની વિગતો સામે આવી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

આ ઘટના બાદ સીવીલ હોસ્પિટલ દ્વારા લાશ નો કબ્જો મેળવી પોલિસને જાણ જરવામાં આવી હતી જ્યાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે મૃતકના સગા મેહુલ મહારાજે મીડિયા સમક્ષ વિગતો આપતા સમગ્ર ઘટના બાબતે જાણકારી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *