થરાદ પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે રૂ. 1.20 લાખની ચોરેલા બાઈક અને નંબર પ્લેટ વિનાનું બાઈક કબ્જે કરી અરવિંદ ઉર્ફે કિરણ શંકરભાઈ ચૌહાણ (રહે. ચાંદરવા, તા. વાવ), કરશનભાઈ કેસરાભાઈ રાજપૂત (રહે. કોરેટી, તા. સુઈગામ) અને નરેશભાઈ શંકરભાઈ વેણ (રહે.વાવ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રાધનપુર શહેરથી ચોરાયેલી બાઈક સહિત કુલ ચાર બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- August 20, 2025
0
142
Less than a minute
You can share this post!
editor

