ગુજરાત પર એક સાથે વરસાદની 4 સિસ્ટમ એક્ટિવ થતા અનેક જિલ્લાઓમાં એલર્ટ


ગુજરાતમાં હાલ વરસાદના નામે શાંતિ છે પણ હવે ફરીથી છત્રીઓ કાઢવાનો સમય આવી ગયો છે

(જી.એન.એસ) તા. 14

ગાંધીનગર,

થોડા દિવસો અગાઉ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો જ્યારે હાલ to સમગ્ર રાજ્યમાં બફારાનું પ્રમાણ ઊંચુ જઈ રહ્યુ છે. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે કે સામાન્ય વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 15 થી 19 ઓગસ્ટ સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે. એવી સિસ્ટમ તૈયાર થઈ રહી છે. ચાલો જાણી લઈએ કે કેવો, કેટલો અને ક્યારે ગુજરાતમાં વરસાદ પડવાનો છે.

ઓગસ્ટનો આ મહિનો અડધો ખાલી ગયો છે પણ હવે પછીના દિવસો ભારે વરસાદના આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ હવામાનની સિસ્ટમ જે રીતે ગોઠવાઈ છે એ જોતાં 14 ઓગસ્ટથી લઇને 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. જેનાથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ થવાનો છે. જો તમને સવાલ એ થતો હોય કે આ વરસાદ ક્યાં ક્યાં પડશે ? તો જાણી લો કે સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી એટલે આખાય ગુજરાતને મેઘરાજા ધમરોળશે.

આગાહી અનુસાર, કેટલાક સ્થળોએ તો 8થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે. પરંતુ એ ઘટ પણ આ વખતના રાઉન્ડમાં વધતા ઓછા અંશે પૂરી થઈ શકે છે. કારણ એ છે કે ગુજરાત પર અત્યારે એક બે નહીં, પરંતુ ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે..ત્યાર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ વરસાદમાં નહાશે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સવારે 5:30 વાગ્યે પશ્ચિમ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા નજીક લો પ્રેશર સક્રિય થયું છે. જે હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 24 કલાકમાં આ લો પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. વાત દેશની પણ કરી લઈએ તો આ સિસ્ટમ સક્રિય થતાં જ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તાર અને તેલંગાણામાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે.

એક જ દિવસમાં 8 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. મહારાષ્ટ્રના મરાઠવાડા તથા વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. એક જ દિવસમાં સાડા ચારથી લઈને આઠ ઈંચ વરસાદની સંભાવના છે. છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *