ભાભર પોલીસે ચોરીના બે બાઈક અને એક રિક્ષા ઝડપી ત્રણ આરોપીની અટકાયત

ભાભર પોલીસે ચોરીના બે બાઈક અને એક રિક્ષા ઝડપી ત્રણ આરોપીની અટકાયત

ભાભર તાલુકાના ભીમબોરડી ગામે બે બાઇક ચાલકો શકમંદ હાલતમાં ફરી રહ્યા હોવાની બાતમી આધારે પોલીસે તપાસ કરતા બન્ને બાઈકો ચોરીના હોવાનું બહાર આવ્યું હતું. જેથી બે આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલ રિક્ષા ભાભરમાંથી કબજે કરી એક આરોપીને પણ અટક કર્યો છે.

જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળતાં ભીમબોરડી ગામે બે ઈસમો બાઇક સાથે શકમંદ હાલતમાં મળી આવતા પોલીસે યુક્તિ પ્રયુકતીપૂર્વક પુછપરછ કરતા એક બાઈક (નંબર GJ.08.CN 5399) ધાનેરા સિવિલ હોસ્પિટલમાંથી ચોરેલુ અને બીજું બાઈક (નંબર GJ.08. AM. 0195) થરાદ સિવિલ હોસ્પિટલમાંથી ચોરી કર્યાની કબૂલાત કરેલ. પોલીસે બંને ઈસમો રમેશ ઉર્ફે બચ્ચન હરજી ભરથરી રહે,સેડલા તા. થરાદ અને કનુ ઉર્ફે દિનેશ રામા વાલ્મીકિ રહે. લોદ્રાણી તાલુકોને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સોલા હાઇકોર્ટ અમદાવાદ સીટી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાની રિક્ષા (નંબર GJ.01.TJ. 4104) સાથે આરોપી દશરથ સોમાભાઈ પરમાર (રહે. ઈન્દિરા નગર ભાભર) ને એસઓજી ટીમે પકડી ભાભર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. જેની વધુ તપાસ પોલીસ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *