પાલનપુર વિભાગ દ્વારા નવીન પાંચ બસોના રૂટ શરૂ કરવામાં આવ્યા

પાલનપુર વિભાગ દ્વારા નવીન પાંચ બસોના રૂટ શરૂ કરવામાં આવ્યા

પાલનપુરના ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી બસને રવાના કરાઈ; ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા નવીન પાંચ બસોના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જેને પાલનપુરના ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી બસને રવાના કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં પાલનપુર વિભાગ ને પણ બસોની ફાળવણી કરવામાં આવતા નવીન 5 રૂટો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પાલનપુર થી સોમનાથ, પાલનપુર થી દાહોદ, સુંધામાતા અમદાવાદ, પાલનપુર ગઢ તેમજ પાલનપુર કરમાવદ બસના રૂટ શરૂ કરાયા છે. આ બસો ખાસ શ્રાવણ માસના યાત્રિકો તેમજ મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. જેને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ના હસ્તે લીલી ઝંડી અપાવી બસને રવાના કરવામાં આવી હતી.

પાલનપુર તાલુકાના 115 ગામડાઓમાં એસ.ટી. બસ સેવા; પાલનપુર ડેપો ની કુલ શિડયુલ 102 છે પાલનપુર ડેપોના વાહનો 106 છે. કુલ ટ્રીપો 497 લોકલ ટ્રીપો 432 તેમજ એક્સપ્રેસ ટ્રીપો 65 નો સમાવેશ કરવામાં આવ્યો છે. ડ્રાઇવરો કુલ 237 અને કંડક્ટરો 238નો સમાવેશ કરવા માં આવ્યો છે. પાલનપુર તાલુકા ના 115 ગામડાઓને એસ.ટી વિભાગની સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વડગામ, અમીરગઢ તથા દાંતીવાડા તાલુકા માં પણ પાલનપુર ડેપો દ્વારા બસ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *