મહેસાણા તાલુકા માંથી ગાંજાના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો

મહેસાણા તાલુકા માંથી ગાંજાના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો

મહેસાણા તાલુકાના બોરીયાવી ગામે રહેણાંક મકાનમાંથી તાલુકા પોલીસે 146 ગ્રામ 64 મીલીગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ગાંજો વેચવા માટે આપનાર ટુંડાલીના શખ્સ સહિત બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.જી. બડવા અને તેમની ટીમે બાતમીના આધારે તાલુકાના બોરીયાવી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા ધનાજી રેવાજી ઠાકોરના રહેણાંક મકાનમાં રેડ કરી પ્લાસ્ટિકની 52 પડીકીઓમાં વેચવા માટે પેક કરીને રખાયેલ 146 ગ્રામ 64 મિલીગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ધનાજીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતાં ગાંજાનો આ જથ્થો રહીમખાન શમશેરખાન પઠાણ (મૂળ રહે. ટુંડાલી, હાલ રહે. સાહિલ ટાઉનશીપ, મહેસાણા)એ આપ્યો હોવાની કબૂલાત કરતા બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ રહીમખાનની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *