રાજસ્થાનના સંચોરથી દારૂ ભરીને ભાવનગર કાઠિયાવાડ લઈ જવાનો હતો વિદેશી દારૂ
બનાસકાંઠા એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાનના સંચોર થી એક ઇકો ગાડી દારૂ ભરી ગુજરાત તરફ આવી રહી છે. જે આધારે દિયોદર તાલુકાના રૈયા ગામ પાસેથી દારૂ ભરી ને ઇકો ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજેસ્થાન થી એક ઇકો ગાડી નંબર GJ.08.CC.9857 ની ગાડીમાં દારૂ ભરી નીકળે છે તેવી બાતમી ના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી બાતમી ના આધારે પોલીસે ગાડી રોકાવી અંદર તપાસ કરતા ઇકો ગાડીમાં બનાવેલ ચોર ખાના માંથી અલગ અલગ બ્રાન્ડ ની કુલ વિદેશી દારૂ બોટલ નંગ 562 કુલ કિંમત રૂપિયા 1,75,574 મળી આવતા પોલીસે ગાડી કિંમત ત્રણ લાખ રૂપિયા કુલ મળી 4,75,574 નો મુદામાલ કબ્જે લઈ ગાડીમાં દારૂની હેરાફેરી કરનાર (૧) અલ્પેશભાઈ મુળજીભાઈ મકવાણા તથા (૨) દિનેશભાઈ ગોહિલ બને રહે ભાવનગર ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે દારુ ભરીને જતી ગાડીને ઝડપી લેતા બૂટલેગરો માં ભારે ફફડાટ ફેલાયો હતો.

