મહેસાણાનું ગોપી નાળુ વરસાદી પાણીથી ભરાઈ જતાં મનપાના વિકાસની પોલ ખુલી

મહેસાણાનું ગોપી નાળુ વરસાદી પાણીથી ભરાઈ જતાં મનપાના વિકાસની પોલ ખુલી

ગત મોડી રાતથી જ મહેસાણામાં અવિરત વરસી રહેલા વરસાદે ફરી એકવાર મહેસાણા મહાનગરપાલિકા વિકાસની પોલ ખુલ્લી પાડી દીધી છે. મહેસાણા એક અને બે વિસ્તારોને જોડતા ગોપી નાળાની દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદમાં દયનિય હાલત જોવા મળી છે. વિકાસની મોટી મોટી વાતો કરતા મનપા અધિકારીઓની કામગીરી છતી થઈ છે ત્યારે ગોપી નાળાની બન્નેય બાજુના રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા આવન જાવન માટે એક બાજુના રસ્તાનો ઉપયોગ કરવા માટે લોકોને મજબુર બનવી પડ્યું છે. જેના કારણે શહેર મધ્યે મસ મોટા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ જવાનોએ તાબડતોબ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી અંડર બ્રિજમાં ભરાયેલા વફસાસી પાણીના નિકાલ માટે આવેલા મનપાના કર્મચારીઓને સહયોગ કર્યો હતો.

ત્યારે આગ લાગ્યા પછી કૂવો ખોડવા જવા માંગે માહિર મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગોપી નાળામાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ટ્રેક્ટરમા પંપ દ્વારા પાણી ખેંચીને કાઢવાની કામગીરી કરવામા આવી હતી. તો બીજી તરફ ભારે વરસાદને પગલે રામોસણા અંડર પાસ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં અંડર બ્રિજનો વરસાદી પાણી જ્યાં સુધી ન ઓસરે ત્યાં સુધી રસ્તો બંદ કરવાની નોબત આવી છે. ત્યારે દર વર્ષે મહેસાણા શહેરના ગોપી નાળા અને ભમરીયા નાળામાં પાણી ભરાઈ જવાથી થોડા સમય માટે મહેસાણા શહેર બે ભાગમાં વહેંચાઈ જતું જોવા મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *