મોડી રાત્રે પાંચ દુકાનોના તાળા તૂટ્યા; બે લાખથી વધુની ચોરી, વેપારીઓમાં ફફડાટ

મોડી રાત્રે પાંચ દુકાનોના તાળા તૂટ્યા; બે લાખથી વધુની ચોરી, વેપારીઓમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં મોડી રાત્રે ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો છે. ડીસા-પાલનપુર હાઈવે પર આવેલા રચના સોસાયટીની બાજુના કોમ્પલેક્ષ અને ઈસ્કોન શોપિંગ સેન્ટરમાં આવેલી કુલ પાંચ દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. આ ઘટનાને પગલે હાઈવે માર્ગ વિસ્તારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, તસ્કરોએ લોખંડની કોશ અને ઈંગલનો ઉપયોગ કરીને દુકાનોના શટરો ઊંચા કર્યા હતા. ઝોરકો સ્વીટ્સ, ચાય નગરી, મેલડી ઓટો કન્સલ્ટન્ટ્સ, યોગેશ્વર સિમેન્ટ એજન્સી અને ભારત ઓટો પાર્ટ્સ – આ પાંચ દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, અંદાજે  2 લાખ રૂપિયા ઉપરાંતના  મુદ્દામાલની ચોરી થઈ છે, જેમાં દુકાનોમાં રાખવામાં આવેલા રૂ. 55 હજાર જેટલા રોકડા, બે મોબાઈલ ફોન, લેપટોપ, પીસી અને અન્ય કિંમતી સામાનનો સમાવેશ થાય છે.

ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી છે. ડીસા દક્ષિણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે વિસ્તારમાં બનેલા આ ચોરીના બનાવને કારણે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે. વેપારીઓએ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને ચોરોને પકડી પાડવાની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *