સરકારની રેવન્યુની 1100 કરોડની આવકને ચુનો ચોપડ્યો હોવાના આક્ષેપો
ખુદ ભાજપ અગ્રણીએ પી.એમ,સી.એમ. સહિત ઉચ્ચ કક્ષાએ કરી રજુઆત
બનાસકાંઠા જિલ્લા ભાજપના અગ્રણીએ નશાબંધી આબકારી વિભાગમાં ગેરરીતી ચાલતી હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ સામે ભ્રષ્ટાચારના સંગીન આરોપો મૂકી સરકારની રેવન્યુની આવકમાં રૂ.1000 કરોડથી વધુનો ચુનો ચોપડવામાં આવ્યો હોવાના આક્ષેપો કરી ભાજપના નેતા મહેશ દવેએ તપાસની માંગ કરી હતી.
લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મહેશ દવેએ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી સમગ્ર રેકટનો પર્દાફાશ કરવાની માંગ કરી હતી. મહેશ દવેએ કરેલા આક્ષેપો મુજબ, નાયબ નિયામક કેતન દેસાઈએ પોતાના અંગત ફાયદા માટે મોલાસીસ ના વેપારીઓને ફાયદો કરાવી સરકારની 1000 કરોડ કરતા વધુની રેવન્યુ આવકને ચુનો લગાવ્યો છે. બનાસકાંઠા ની બોર્ડર પર થી મોલાસીસના વિક્રમજનક ટેન્કરો ગેર કાયદેસર પસાર કરી સરકાર ને ચૂનો ચોપડ્યો હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા. મોલાસીસ સ્ટોરેજ અને સપ્લાય ના નિયમોનો ભંગ કરી સુરા અને સુંદરીઓના શોખીન કેતન દેસાઈએ કૌભાંડ આચર્યું હોવાના સનસનીખેજ આક્ષેપો ખુદ ભાજપના નેતા મહેશ દવેએ કર્યા હતા.
ભાજપના નેતા મહેશ દવેએ ઓપરેશન ગંગાજળ અંતર્ગત કેતન દેસાઈ સામે હાઇકોર્ટેના જજ અને સિનિયર IAS અધિકારી અને ACBના IPS પોલીસ અધિકારીની સીટ બનાવી તપાસ કરવાની માંગ કરી છે. તેઓએ આજે પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી નશાબંધી વિભાગમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.

