નેશનલ હાઈવે પર અનેક મસમોટા ખાડા તેમ છતાં તંત્ર બેદરકાર
પાલનપુર હનુમાન ટેકરીથી એરોમા સર્કલ જતા માર્ગ પર આવેલ સ્વસ્તિક સ્કૂલની બાજુમાં રોડ તૂટી ગયો હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જવાની ભિતી સેવાઈ રહી છે. તેમ છતાં જાણે તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ મુક્ત પ્રેક્ષકની જેમ જોયા કરે છે. પરંતુ કામ કરવાની તસ્દી લેતું ન હોવાની રાવ ઉઠી છે.પાલનપુર શહેરમાં નેશનલ હાઇવેને જોડતા માર્ગો પર વરસાદના કારણે મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ મુક પ્રેક્ષકની જેમ જોયા કરે છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ લાવવાની તસ્દી લેતું નથી. તે જ રીતે પાલનપુર હનુમાન ટેકરીથી એરોમા સર્કલ સુધીના માર્ગ ઉપર સ્વસ્તિક સ્કૂલની બાજુમાં રોડ તૂટી ગયો છે. જેના કારણે મસ મોટો ભૂવો પડી ગયો છે.
આ માર્ગ પર શાળાઓ પણ આવેલી છે અસંખ્ય વિદ્યાર્થીઓ આ માર્ગ ઉપરથી પસાર થાય છે. તેમજ આ માર્ગ રાજસ્થાનને જોડતો હોવાના કારણે દિવસ દરમિયાન આ માર્ગ પરથી અસંખ્ય વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી કોઈ દુર્ઘટના નોતરે તેવી દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
Beta feature


