ભાજપના અમરેલીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઈટાલિયાએ સ્વીકારતા કહ્યું- ’12 જુલાઈ એ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો’

ભાજપના અમરેલીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઈટાલિયાએ સ્વીકારતા કહ્યું- ’12 જુલાઈ એ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો’


મોરબીમાં જો ગોપાલ ઇટાલિયા જીતે તો હું બે કરોડ રૂપિયા આપીશ : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

(જી.એન.એસ) તા.10

અમરેલી,

ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને આમ આદમી પાર્ટીનાં નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે એકબીજાને પડકાર ફેંકવાનો જંગ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો તો ગોપાલ ઇટાલિયાએ પણ તેનો સહર્ષ સ્વીકાર્ય કર્યો અને કહ્યું કે, ’12 જુલાઈએ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો, ગોપાલ ઇટાલિયા પણ તમારા પડકારને વટથી સ્વીકારે છે.’

મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.’ 

ઇટાલિયાએ વીડિયો બનાવી અમૃતિયાને આપ્યો જવાબ

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વિકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ. શૂર બોલ્યા ન ફરે… જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ… તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. 

આ અંગે ઈટાલિયાએ એક શરતની વાત કરતા કહ્યું કે, ‘મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યા વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.’ 

ગોપાલ ઇટાલિયાએ વીડિયોમાં વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મોરબીની જનતા જાગૃત થઇ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે. અત્યાર સુધી મોરબી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી, તો કોઇને તકલીફ ન હતી. પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા,પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાઓને લઇને આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30-30 વર્ષ સુધી આ જ જનતાએ તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલ કરે તો તમને ગમતું નથી.’ 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *