બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ અને પાલનપુર આસપાસ વરસાદી ઝાપટા

બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ અને પાલનપુર આસપાસ વરસાદી ઝાપટા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. થોડા સમયના વિરામ બાદ અમીરગઢ અને પાલનપુર-ચિત્રાસણી વિસ્તારમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોને આ વરસાદથી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી પણ છુટકારો મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વરસાદથી રવિ સીઝનમાં ખેતીવાડીને ફાયદો થવાની આશા છે.

ગુજરાત રાજ્યમાં પણ વરસાદનું જોર ઘટયું; ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ધટી રહ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે મંગળવારના સવાર થી સાંજ સુધી સુરત ના ઉંમરપાડા માં દોઢ ઈંચ વરસાદ થવા પામ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *