થરાદમાં શીવનગરથી માદક પદાર્થ ગાંજો ઝડપાયો આરોપીની અટકાયત

થરાદમાં શીવનગરથી માદક પદાર્થ ગાંજો ઝડપાયો આરોપીની અટકાયત

થરાદના શિવનગર વિસ્તારમાં એક ઘરમાંથી 1.465 કિલોગ્રામ સુકો ગાંજો ઝડપાયો હતો. આ ગાંજો સફેદ પ્લાસ્ટિકની થેલીમાં કટ્ટામાં ભરેલો હતો. તેની કિંમત 14,650 થાય છે. આરોપી જગદીશપુરી ગૌસ્વામીએ પોલીસને જણાવ્યું હતું કે, તેને ગાંજાનું વ્યસન છે. તેથી તેણે સાબરકાંઠાના પોશીનાથી ગાંજો લાવ્યો હતો.

થરાદ પોલીસને સોમવારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીનાં રહેણાંક ઘરમાં સવારે 11 વાગ્યે રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીનાં ઘરમાંથી એક પ્લાસ્ટીકના કટ્ટામાં સફેદ પ્લાસ્ટીકની થેલીમાં ભરેલો રૂપિયા 14,650 ની કિંમતનો 1.465 કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે જગદીશપુરી દેવપુરી ગૌસ્વામી અટકાયત કરી હતી. ઘટના સ્થળે એફ.એસ.એલ. અધિકારી ડી.એમ.પટેલે પરીક્ષણ કરતા તેમાં કેનાબીસના સક્રિય ઘટકો હોવાનું જાણવા મળ્યું હતું. જગદીશપુરી દેવપુરી ગૌસ્વામી કબૂલ્યું હતું કે, ગાંજો રમેશભાઈ આદિવાસી(રહે,પોશીના જી. સાબર કાંઠા)પાસેથી લાવ્યો હતો.પોલીસે રૂપિયા 19,650 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *