થરાદ તાલુકાની નર્મદા કેનાલના મહાજનપુરા અને દોલતપુરા પુલ વચ્ચેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રથમ તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી ન હતી. મૃતકના જમણા હાથ પર ‘જે’ અક્ષર અને હાર્ટબીટનું ટેટૂ જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન મૃતકના પેન્ટના ખિસ્સામાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફાયર ટીમે મોબાઈલમાંથી મળેલું સિમકાર્ડ પોતાના ફોનમાં નાખીને પરિવારનો સંપર્ક સાધ્યો હતો. આ રીતે મૃતકની ઓળખ થઈ શકી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યા મુજબ મૃતકના પરિવારને ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે.
- July 4, 2025
0
375
Less than a minute
You can share this post!
editor

