નેશનલ હાઈવે ઓથોરિટી સામે હાઇકોર્ટમાં રજૂઆતની તૈયારી
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે પૂલ પરથી ઉતરતા જ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જ્યાં સામાન્ય બે મિલીમીટર વરસાદ આવે તો પણ ખાડા પડી જાય છે, ત્યારે હાઈવે ઓથોરિટી નામની થાગડ થીગડ કરે છે. પરંતુ કાયમી ઉકેલ આવે એવું કંઈ જ કરવામાં આવતું નથી. જેના કારણે માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોના વાહનોને ભારે નુકશાન થઈ રહ્યું છે. આ સિવાય આગામી સમયમાં આ સમસ્યાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ ? તેવા ગંભીર સવાલો પણ ઉઠવા પામ્યા છે.
આ બાબતે નેશનલ હાઇવેના અધિકારીને વસંતભાઈ પુરોહિતે જણાવતા તેઓએ કહ્યું હતું કે અમો હેવી બ્લોક નાખીશું. પરંતુ નાખવામાં આવ્યા નથી જો વહીવટી અધિકારી આ બાબતે વધુ કડક બને તો ધાનેરા તાલુકાની પ્રજાને તથા ગુજરાતથી રાજસ્થાનમાં જતા વાહનચાલકોને પરેશાનીનો સામનો ન કરવો પડે જ્યારે બીજીતરફ જગદીશભાઈએ જણાવ્યુ હતું. કે જો ઓથોરિટી વ્યવસ્થિત કામ નહી કરે તો નછૂટકે અમારે હાઇકોર્ટમાં જવું પડશે અને પી.આઈ.એલ દાખલ કરવી પડશે. આ અગાઉ ધાનેરા પી.આઈએ પણ નોટિસ પાઠવી હતી, આ અગાઉ જ્યારે પ્રાંત અધિકારી ષાનેરામાં ટ્રાન્સફર થઈ આવ્યા ત્યારે ઓથોરીટીને કડક સૂચના આપવામાં આવી હતી. જેથી તાત્કાલિક રોડ રીપેર થયા હતા તો આ વખતે પણ એજ પ્રાંત અધિકારી વધુ કડક સૂચના આપી કાયદાનું ભાન કરાવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે.


