દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો; ડીસા તાલુકાના ઘાણા ગામે ૨૩ વર્ષ અગાઉ જમીન મામલે થયેલ ધીંગાણાના કેસમાં દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ૪૦ આરોપીને દોષિત જાહેર કરી તેમને આજીવન કેદની સજા ફટકારતાં ચકચાર મચી જવા પામી છે. ડીસા તાલુકાના ઘાણા ગામે ૨૩ વર્ષ અગાઉ વર્ષ ૨૦૦૨માં જમીન મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. જે મારામારીની ઘટનામાં બંને પક્ષમાંથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જે અંગે આગથાળા પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવા પામી હતી. આ ઘટનાના ૨૩ વર્ષ બાદ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે બંને પક્ષના ૪૦ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાને લઈ દિયોદર કોર્ટમાં સોંપો પડી ગયો હતો.

- July 1, 2025
0
128
Less than a minute
You can share this post!
editor