આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી

આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી


(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર/અમદાવાદ,

આગામી 72 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓ માટે અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

આ ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની શક્યતાની આગાહી કચ્છ, બનાસકાંઠા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર,  સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પાટણ, મહેસાણા જિલ્લાઓ માટે કરવામાં આવી છે.

આ વર્ષે શા માટે નૈઋત્ય ચોમાસું મજબૂત બન્યું ?

બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે. ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શરૂઆતના 10 દિવસમાં જ રાજ્યમાં સીઝનનો 25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સતત વરસતા વરસાદના કારણે 11 ડેમો છલકાયા છે. અન્ય 20 ડેમો 80થી 99 ટકા ભરાઈ જતા એલર્ટ જાહેર કરાયા છે. ઉપરાંત 11 ડેમોમાં 70 ટકાથી વધુ સંગ્રહ હોવાથી તેના પર સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકામાં 2.40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે દ્વારકાના દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા અને ભારે કરંટ જોવા મળ્યો છે, જ્યારે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે પોરબંદરમાં 1.85 ઇંચ, ભરુચમાં 1.77 ઇંચ, વડોદરાના કરજણ 1.57 ઇંચ, વલસાડમાં 1.38 ઇંચ, દેવભૂમિ દ્વારકા કલ્યાણપુરમાં 1.34 ઇંચ, વડોદરાના વઘોડિયામાં 1.22 ઇંચ અને ડભોઈમાં 1.18 ઇંચ, ભરુચના હાંસોટમાં 1.06 ઇંચ, વલસાડના ઉમરગામમાં 1.02 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના અન્ય 151 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. 

જ્યારે પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

અવિરત વરસાદના કારણે પોરબંદરમાં મધુવંતી નદીમાં નવા નીરની આવક થઈ છે. પાણીની આવક થતા મધુવંતી નદી બે કાંઠે વહી રહી છે. નદીનું પાણી શિવલિંગને સ્પર્શી સમુદ્રમાં વહેતુ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક થઈ છે. માધવપુર ઘેડ પાસે આવેલી મધુવંતી નદીમાં નવા નીર આવ્યા છે. મધુવંતી નદીનું પાણી ભગવાન શિવની શિવલિંગને સ્પર્શી સમુદ્રમાં વહી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ઘેડ વિસ્તારમાં પડેલા વરસાદથી મધુવંતી નદી ગાંડી તુર બની છે. ઘેડ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *