ઊંઝાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ કે પટેલે ચેરમેન ગુજરાત અર્બન ડે.ક.લીને રજૂઆત; ઊંઝા શહેર મુકામે GUDC દ્વાર ભૂગર્ભ ગટર લાઈન નાખવાની ચાલતી કામગીરી અંતર્ગત ખોદેલ રોડ-રસ્તાનું તાત્કાલિક સમાર કામ કરી વૈકલ્પિક રોડ બનાવવા અંગે ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્રારા રજુઆત કરાઈ છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે ઊંઝા શહેરના વિવિધ વિસ્તારમાં ગુજરાત અર્બન ડે.કં.લી (GUDC) દ્વારા ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી કાર્યરત છે, જેમાં વોર્ડ નં:1-2 હદ વિસ્તારમાં છેલ્લા 1 માસથી ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયેલ છે, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોદેલ રોડ રસ્તા પરનું સમાર કામ ન કરતા કે વૈકલ્પિક રોડ-રસ્તો ન બનાવતા વર્તમાન વરસાદી સમયમાં વોર્ડ નં:1-2 હદ વિસ્તારમાં વિકાસની જગ્યાએ વિનાશનું સર્જન થયું છે, જૈન દેરાસર,શાંતિનગર સોસાયટી થી નારાયણ કોલોની, ભરત નગર નાળા- ભરત નગર પાણીની ટાંકી થી કન્યા છાત્રાલય સુધીના રોડ ખૂબજ ભયજનક અકસ્માત ધાતક કાદવ કીચડ રોડ- રસ્તાની હાલત ભૂગર્ભ ગટર લાઈન કામગીરી અંતર્ગત થઈ છે,જે ઉપરોક્ત વિસ્તારમાં તાત્કાલિક અસરથી ખોદેલ રોડ-રસ્તાનું સમાર કામ કરી વૈકલ્પિક રોડ બનાવવા ભારપૂર્વક રજૂઆત છે. તેમજ જ્યાં સુધી ઉપરોક્ત રજૂઆત અન્વયેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી GUDC દ્વાર ભૂગર્ભગટર લાઈન નાખવાની કામગીરી બંધ કરવા તેમજ આડેધડ રોડ રસ્તા પર મુકેલ RCC ગટર પાઈપ હટાવવા વિનંતી કરાઇ છે.

