વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં તાપમાનમાં પણ 4.4 નો મોટો ઘટાડો વાતાવરણમાં ઠંડક પ્રસરી
આગામી દિવસોમાં પણ છુટા છવાયા સ્થળો પર વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ
ખેતરોમાં ઉનાળું સિઝનના પાકો પડ્યા છે તેવા સમયે સતત વરસાદના કારણે ખેતીના પાકોને મોટું નુકસાન
અરબસાગર પર સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદે ધમધબાટી બોલાવી છે અનેક સ્થળો પર પ્રથમ વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક સ્થળો ઉપર હળવા થી ભારે વરસાદ થયો છે. જેમાં મંગળવારના દિવસે પણ સતત વરસાદી માહોલ યથાવત રહેતા જિલ્લાના ધાનેરા દિયોદર અને લાખણી પંથકમાં મેધરાજા વરસ્યા છે.
જ્યારે બાકીના સેન્ટરોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો જોકે વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને એક જ દિવસમાં તાપમાનનો પારો 4.4 ડિગ્રી નીચે આવતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે અને લોકોને ગરમી માંથી રાહત મળી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝનના પાકો લેવાની કામગીરી ચાલી રહી હતી તેવા સમયે સતત વરસાદના કારણે ખેતીના પાકોને પણ તેની અસર વર્તાઈ રહી છે અને ખેતીના પાકોમાં મોટું નુકસાન થતા ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો માહોલ સતાવી રહ્યો છે.
વરસાદી સિસ્ટમનું સક્રિય થતા કાળાડીબાંગ વાદળો ઉમટી પડ્યા; બનાસકાંઠા જિલ્લાના આકાશમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળા ડીબાંગ વાદળો જોવાં મળી રહ્યા છે. જેમાં મંગળવારના બપોરે પણ કાળા ડીબાંગ વાદળો આવતા કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ થવા પામ્યો હતો.

