અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. મૃતકોમાંથી 229 મુસાફરો હતા, જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત, જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. વિમાનના કાટમાળમાંથી DVR મળી આવ્યા બાદ, અકસ્માતની તપાસ તેજ થઈ ગઈ છે. સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે. હવે સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે.
- June 14, 2025
0
530
Less than a minute
You can share this post!
editor
Related Articles
સાવરકુંડલાના લીલીયા તાલુકામાં વિકાસને નવી ગતિ – બવાડા…
- March 16, 2026
મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા – Gujarati GNS News
- March 16, 2026
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા –…
- March 16, 2026

