એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી
અમદાવાદમાં ગઇકાલે પ્લેન ક્રેશની ઘટનામાં 241 યાત્રીઓનું મોત થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ નિધન થયું છે. વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટ ખાતે યોજાશે. 3 દિવસ બાદ તેમની અંતિમવિધિ યોજાવાની સંભાવના છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી વ્યાપી છે.અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા સમગ્ર રાજકોટમાં શોકની લાગણી ફેલાઇ છે.
પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર સ્વનિર્ભર શાળા સંચાલકોએ આવતીકાલે તમામ ખાનગી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.પૂર્વ CM વિજયભાઈ રૂપાણીના નિધનથી સમગ્ર રાજકોટમાં શોકની લાગણી વ્યાપી છે.CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરીને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે. CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટમાં લખ્યું હતું કે, અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઇએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યાર બાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.