ડીસા તાલુકાના નવા નેસડા ગામમાથી તાજેતરમાં નવા નેસડા પરાનું વિભાજન કરવામાં આવ્યું હતું જેમાં નવા નેસડા પરા વિસ્તારમાં ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ રહી છે. ત્યારે નવા નેસડા પરામાં પ્રથમ ચુંટણીમાં કુલ આઠ વોર્ડમાં ૬ મહિલા સિટ અને ૨ પુરુષ સીટ તેમજ મહિલા સરપંચની બેઠક ફાળવવામાં આવી હતી. મહિલા સરપંચની બેઠક હોવાના કારણે ગામના વડીલો, આગેવાનો અને યુવાનો ભેગા મળી આઠ વોર્ડ મહિલાઓને ગ્રામપંચાયતમાં સભ્યપદ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
જેમાં નવા નેસડા પરાના નવનિયુક્ત સરપંચ તરીકે ભિલડીના વેપારી આગેવાન અને સેવાભાવી અને જેઓ અગાઉ ગામના ઉપસરપંચ તરીકે સારી કામગીરી કરી હતી. અને આ વિસ્તારમાં સારી લોકચાહના ધરાવતા ચૌધરી દિનેશભાઈ નાગજીભાઈના માતૃશ્રી હેમાબેન નાગજીભાઈ ચૌધરીની પસંદગી કરી બિનહરીફ કરવામાં આવ્યા હતા. અને અગાઉ મહિલા ઉપસરપંચને પણ બિનહરીફ જાહેર કરવામાં આવશે.સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અવારનવાર પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે નવા નેસડા પરા ગામે મહિલાઓના હાથમાં સુકાન આપી સમાજમાં દાખલો પુરો પાડ્યો હતો.

