રસ્તા નું કામકાજ ચાલતું હોવાને લઈ ડમ્પરોના કારણે અન્ય વાહન ચાલકો ની મુશ્કેલી વધી; ડીસાના જુનાડીસા થી વાસણા જતા રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો કો પરેશાન થઈ ઉઠ્યા છે બનાસ નદીમાં આવેલી લીઝો માંથી રોજિંદી અનેક ટ્રકો ડમ્પરો દોડી રહ્યા છે જેના કારણે રસ્તા ની હાલત પણ બિસ્માર જોવા મળી હતી છે અને બીજી તરફ રસ્તાનું કામકાજ પણ ચાલુ છે જેના કારણે રસ્તા ઉપર ચાલતા વાહનો ના કારણે ધુળ ની ડમરીઓ ઉડી રહી છે નાના વાહનો ને આ રસ્તા પર પસાર થવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા આ રસ્તા બાજુમાં પ્રાણી સંગ્રહાલય જેવો મોટો પ્રોજેક્ટ આવ્યો છે ત્યારે રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રહી છે અને દિવસ રાત રેતી ભરી મોટા ટ્રકો અને ડમ્પરો જઈ રહ્યા છે તેના કારણે રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓના કારણે વાતાવરણ પણ પ્રદુષિત બની રહ્યું છે જેમાં અનેક વાહન ચાલકો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે. રસ્તા ઉપર ઉડતી ધૂળના કારણે આગળ જતા વાહન પણ જોઈ શકાતું નથી ત્યારે વહીવટ વિભાગ આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવશે ખરા?
- June 9, 2025
0
350
Less than a minute
You can share this post!
editor

