ડેરી અને ચુડમેર પુલ પાસેથી મૃતદેહ મળતાં વાલીવારસોને સોંપાયો; 2006માં થરાદ પંથકમાં આવી ત્યારથી ગોઝારી બની રહેલી થરાદની નર્મદા નહેરમાં હત્યા,આપઘાત અને આકસ્મિક મૃત્યુના બનાવોનો સિલસીલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે. જેમાં વધુ બે બનાવોનો ઉમેરો થવા પામ્યો હતો.
થરાદ પાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડે જણાવ્યું હતું કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ પાસે વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવ્યું છે. તેવો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતાં ઘટનાસ્થળે પહોંચી શોધખોળ કરી હતી. પણ ડેડબોડી મળી ન હતી. અને આજે સવારે શોધખોળ ચાલુ કરતાં એક કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો. જેને કેનાલમાંથી બહાર નીકાળી વાલીવારસોંને સોંપી અને ડેડબોડી પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ 15.47 કલાકે કોલ મળેલ કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ ચુડમેર પુલ નજીક યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા ઘટનાસ્થળે પહોંચી શોધખોળ કરી હતી. પરંતુ મૃતદેહ મળેલ ન હતો. બીજી બાજુ વહેલી સવારે લોકલ તરવૈયા દ્વારા પાંચ કલાકની શોધખોળ ચાલુ કરતાં ડેડબોડી મળેલ ન હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડ દ્વારા પહેલો મૃતદેહ નીકાળી શોધખોળ ચાલુ કરતાં એક કલાકની વધુની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો. બંન્ને મૃતદેહ કેનાલમાંથી બહાર નીકાળી વાલીવારસોંને સોંપેવામાં આવ્યો હતો. થરાદની નર્મદા નહેરમાંથી અવિરત મળી રહેલા મૃતદેહોના બનાવોને લઇને ચિંતા અને અરેરાટીની લાગણી પ્રસરવા પામી હતી.