બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 10.29 લાખ મતદારો

બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 10.29 લાખ મતદારો

ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 384 સરપંચ અને 3272 સભ્યની બેઠકો માટે હોડ જામી

ચૂંટણીને લઈ ગ્રામીણ વિસ્તારોમાં અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ વધી પડીચ બનાસકાંઠા જિલ્લામા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સમી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ ગ્રામીણ વિસ્તારોમા અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ વધી પડતા દિવાળી જેવો માહોલ છવાયો છે. જિલ્લામાં 384 ગ્રામ પંચાયતની સામાન્ય અને 232 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં 10.29 લાખ ઉપરાંતના મતદારો સરપંચ તેમજ સભ્ય પદના ઉમેદવારોના ભાગ્ય વિધાતા બનવાના છે.

બનાસકાંઠા જિલ્લામા વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ફરી એક વાર ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. બક્ષીપંચ બેઠકો માટે પોણા ત્રણ વર્ષથી અટવાયેલી ચૂંટણી જાહેર થતા જ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો થનગની ઉઠ્યા છે. તેથી સરપંચ અને સભ્ય પદો માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે તે નક્કી છે પણ આ ચૂંટણીમાં 10.29 લાખ ગ્રામીણ મતદારોને  મતાધિકાર કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જિલ્લામા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 384 સરપંચ અને 3272 વોર્ડ સભ્ય માટે તેમજ 232 ગ્રામ પંચાયતોની ચૂંટણીમા 24 સરપંચ અને 308 વોર્ડ સભ્ય માટે ચૂંટણી જાહેર થઇ છે.

જેમાં જિલ્લામા 500281 મહિલા,529329 પુરુષ અને 02 અન્ય અન્ય મળી કુલ 1029612 મતદારો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના માનીતા ઉમેદવારોના ભાગ્ય વિધાતા બનનાર હોઇ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ હાલ મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેથી ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગતિવિધિઓ વધી પડી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *