પાલનપુરના ગઠામણ ગામના લોકોએ આઝાદીથી આજ સુધી સરપંચને વોટ જ નથી આપ્યો

પાલનપુરના ગઠામણ ગામના લોકોએ આઝાદીથી આજ સુધી સરપંચને વોટ જ નથી આપ્યો

ગઠામણ ગામમાં સાડા સાત દાયકાથી ચૂંટણી જ થઈ નથી

હિન્દુ-મુસ્લિમ વારાફરતી બને છે સમરસ સરપંચ; બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એકપણ વાર ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાઈ જ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો વસવાટ કરે છે. ગામની વિશેષતા એ છે કે અહીં દર પાંચ વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી કરવામાં આવે છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી કરવામાં આવે છે. તો બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક કરવામાં આવે છે.

આ વર્ષે પણ ગામમાં ગ્રામજનોની સર્વસંમતિથી મુસ્લિમ મહિલાને સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી કરવામાં આવી છે. આ પરંપરા ગામમાં છેલ્લા સાડા સાત દાયકાથી અવિરત ચાલી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતાના દર્શન થાય છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બને છે. આ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે એક આદર્શ ઉદાહરણ બની રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *